વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવા માટે મંત્ર, ઉપાય અને રત્નોનું વર્ણન મળે છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સૂર્યદેવથી સંબંધિત ઉપાયો વિશે. તમને જણાવી દઈએ કે સૂર્યદેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે અને જે વ્યક્તિને સૂર્યદેવના આશીર્વાદ મળી જાય છે તે વ્યક્તિ જીવનમાં માન- સન્માન અને લોકપ્રિયતા મેળવે છે.
તેથી કુંડળીમાં સૂર્યદેવનું શુભ હોવું ખુબ જરૂરી છે. સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે સૂર્યદેવને નિયમિત રૂપથી સવારે જળ ચઢાવવું. ચાલો જાણીએ સૂર્યદેવને જળ ચઢાવવાના નિયમ, વૈજ્ઞાનિક કારણ અને જ્યોતિષીય લાભ.
સૂર્યદેવને જળ ચઢાવતા સમયે રાખો આ વાતોનું ધ્યાન: સૂર્ય ભગવાનની આરાધના માટે સૌથી ઉત્તમ સમય સાવરે સૂર્યોદયનો હોય છે. સાથે જ સૂર્યદેવને હંમેશા તાંબાના વાસણમાં જ જળ ચઢાવવું જોઈએ. સાથે જ જળ સાફ અને તાજું લેવું જોઈએ. પાણીમાં ફૂલ, કંકુ અને અક્ષત ઉમેરવું પણ શુભ માનવામાં આવે છે. જળ ચઢાવતા સમયે મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. સાથે જ જળ ચઢાવતા સમયે પગરખા ના પહેરવા જોઈએ.
સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે નીકળતી ધારમાં સૂર્યદેવના કિરણો જોવા શુભ માનવામાં આવે છે. સાથ એજ આદિત્ય હૃદયનો નિયમિત પાઠ કરવાથી તેમજ રવિવારે તેલ, મીઠું ખાવું નહી તથા એક સમય જ ભોજન કરવાથી સુર્યદેવની કૃપા હંમેશા જળવાઈ રહે છે. સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે ॐ घृणि सूर्याय नम: મંત્રનો જાપ કરો.
સૂર્યદેવને જળ ચઢાવવાના વૈજ્ઞાનિક લાભ: સૂર્યદેવના પ્રકાશથી મળતું વિટામીન ડી શરીરને મળે છે. ચામડીના રોગ ઓછા થાય છે. સાથે જ અથર્વવેદમાં કહેવાય છે કે સૂર્યોદયના સમયે લાલ કિરણોના પ્રકાશમાં ખુલા શરીરે બેસવાથી હૃદય રોગ અને કમળાની બીમારીમાં લાભ થાય છે.
સૂર્યદેવને જળ ચઢાવવાના જ્યોતિષીય લાભ: સૂર્યદેવને ત્રણ વાર જળ અર્પણ કરીને પ્રણામ કરવું જોઈએ. માન્યતા છે કે આ અર્પણથી ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થઈને તેમના ભક્તોની દરેક સંકટથી રક્ષા કરે છે. સાથે જ વ્યક્તિને આરોગ્ય, વૈભવ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે. સાથે જ જો કુંડળીમાં સૂર્યદેવ નબળા અથવા અશુભ સ્થિતિમાં હોય તો જળ અર્પણ કરવાથી અશુભ પ્રભાવમાં ઘટાડો થાય છે.
હૃદય રોગના દર્દીઓને ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવાથી વિશેષ લાભ મળે છે. તેમણે આદિત્ય હૃદય સ્ત્રોતનો રોજ પાઠ કરવો જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)