ઘરની આસપાસ આ છોડવાઓનું હોવું કરે છે બુદ્ધિનો નાશ, વ્યક્તિને બરબાદ થવામાં નથી લાગતી વાર

ઘણી વાર લોકો ઘરને સુંદર બનાવવા માટે વૃક્ષ- છોડ લગાવે છે. ઘરની અંદર અને બહાર છોડ લગાવવાથી જ્યાં વાતાવરણ શુદ્ધ થાય છે જ્યારે વાસ્તુ અનુસાર વૃક્ષ- છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે એ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વૃક્ષ- છોડ ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવે છે. વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં અથવા ઘરની બહાર કોઈ પણ છોડ લગાવી શકાય નહી.

કેટલાક છોડ ઘરની અંદર લગાવવા શુભ માનવામાં આવે છે તો કેટલાક ઘરની બહાર. આજે આપને એવા જ કેટલાક છોડ વિશે જાણીશું. જેમને ઘરની આજુબાજુ લગાવવો પણ અશુભ હોય છે. આ છોડ વ્યક્તિની બરબાદીનું કારણ બને છે.

ઘર માટે અશુભ હોય છે આ વૃક્ષ: જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બંનેમાં એવા વૃક્ષ- છોડ વિશે જણાવ્યું છે. જે ઘર માટે અથવા ઘરની આજુબાજુ લગાવવા પણ શુભ નથી માનવામાં આવતા. કેટલાક છોડ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારી દે છે.

વાસ્તુ જાણકારો અનુસાર ઘરમાં કાંટા અને દૂધ વાળા છોડ સિવાય લીંબડો, પીપળ, આંબો, કેળા, વટ, જટામાંસી, સયકામોર, જેકફ્રુટના વૃક્ષ ના લગાવવા જોઈએ. ઘરમાં આ વૃક્ષ- છોડ લગાવવાથી ગરીબી આવે છે અને ઘરમાં દુઃખનું વાતાવરણ રહે છે. જ્યારે આંબલી, ખજુર અને કાંટાદાર વૃક્ષ- છોડ લગાવવાથી વ્યક્તિની બુદ્ધિનો નાશ થાય છે.

ઘરની આજુબાજુ પણ ના હોવા જોઈએ આવા વૃક્ષ: વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડ એવા જણાવ્યા છે જે ઘરની આજુબાજુ હોવા પણ અશુભ માનવામાં આવે છે. કહેબય છે કે ઘરની આજુબાજુ પીપળનું વૃક્ષ શુભ નથી હોતું. તેના છાયાડાને અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં સુધી પીપળના વૃક્ષનો છાયડો જાય છે ત્યાં સુધી તે વિનાશ કરે છે. પીપળના વૃક્ષના દોષ દૂર કરવા માટે તેની ચારે તરફ દીવાર બનાવવી જોઈએ.

તેના સિવાય દક્ષીણ દિશામાં પાકડ વૃક્ષથી ઉમરમાં નુકસાન થાય છે. પશ્વિમ દિશામાં વડના ઝાડના કારણે હથીઆરોથી હુમલો અને ઉત્તર દિશામાં સયકામોરનું વૃક્ષ લગાવવાથી આંખ સંબંધિત રોગ થાય છે. તેવી સ્થિતિમાં આ વૃક્ષો ઘરની આજુબાજુથી હટાવીને મંદિરમાં લગાવવા જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)