Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
એ પાંચ ખાસ જગ્યાઓ, જ્યાં મની પ્લાન્ટ રાખવાથી બનાય છે કરોડપતિ - Gujarat Beat

એ પાંચ ખાસ જગ્યાઓ, જ્યાં મની પ્લાન્ટ રાખવાથી બનાય છે કરોડપતિ

મની પ્લાન્ટને એક એવો છોડ માનવામાં આવે છે જે પૈસાને આકર્ષે છે. વાસ્તુ શાસ્ત્રથી લઈને ફેંગશુઈ સુધી મની પ્લાન્ટને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. જો મની પ્લાન્ટને યોગ્ય જગ્યાએ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે. આવો જાણીએ એવી કઈ જગ્યાઓ છે જ્યાં મની પ્લાન્ટ લગાવવાથી અઢળક ધન- સમૃદ્ધિ મળે છે.

દક્ષિણ- પૂર્વ ખૂણો: ઘરનો દક્ષિણ- પૂર્વ ખૂણો ખૂબ જ ખાસ હોય છે. આ એક ખૂણો છે જે ધન- સંપત્તિ આપે છે, તેથી તેને વેલ્થ કોર્નર કહેવામાં આવે છે. જો તમે ઘરના દક્ષિણ- પૂર્વ ખૂણામાં મની પ્લાન્ટ રાખો છો, તો તમને ઘણી ધન- સમૃદ્ધિ મળે છે. ઘરમાં પૈસાનો પ્રવાહ સતત વધતો જ રહે છે.

ઘરનું પ્રવેશદ્વાર: ઘરના પ્રવેશદ્વાર પર પણ મની પ્લાન્ટ રાખવો ખૂબ જ શુભ હોય છે. તેવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે.

ઓફિસ ટેબલ: ઘરમાં ઓફિસના ડેસ્ક કે સ્ટડી ટેબલ કે વર્ક ટેબલ પર મની પ્લાન્ટ રાખવાથી પણ ઘણો ફાયદો થાય છે. તેમ કરવાથી વ્યક્તિની એકાગ્રતા વધે છે. વાતાવરણ સકારાત્મક રહે. તેને આર્થિક પ્રગતિ થાય છે.

લિવિંગ રૂમઃ લિવિંગ રૂમ એ એવી જગ્યા છે જ્યાં આખો પરિવાર સાથે બેસીને ક્વોલિટી ટાઇમ વિતાવે છે. આ સ્થાન પર મની પ્લાન્ટની હાજરીથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. પ્રેમથી પરિવારના સભ્યો વચ્ચે આત્મીયતા વધે છે. તેનાથી ઘરમાં આશીર્વાદ પણ આવે છે.

બાલ્કનીઃ બાલ્કનીમાં મની પ્લાન્ટ રાખવાથી પણ શુભ ફળ મળે છે. અહીં લીલા કાચની બોટલમાં મની પ્લાન્ટ લગાવી શકાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)