હિંદુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા અનુસાર જે ઘરમાં સાવરણીનો અનાદર કરવામાં આવે તે ઘરથી માં લક્ષ્મીજી હતાશ થઇ જાય છે. સાવરણીથી સંબંધિત કેટલીક ભૂલો ના ફક્ત પ્રગતિમાં અડચણો ઉભી કરે છે પરંતુ પરેશાનીઓ પણ બમણી કરે છે. સાવરણીનો અનાદર કરવાથી ઘરમાં ગરીબી આવે છે. વાસ્તુ અનુસાર સાવરણી રાખવાથી લઈને ઉપયોગ કરવા સુધી ખાસ નિયમો જણાવ્યા છે અને અશુભ પ્રભાવથી બચવા માટે તેનું પાલન કરવું જરૂરી છે. ચાલો જાણીએ સાવરણીથી જોડાયેલ આ નિયમો વિશે.
ના કરવી સાવરણીથી સંબંધિત આ ભૂલો: ઘરના કોઈ સભ્ય બહાર નીકળ્યા પછી તરત જ સાવરણી ક્યારેય ના લગાવવી જોઈએ. તેમ કરવાથી ઘરની બહાર જતા વ્યક્તિને પોતાના કામમાં સફળતા નથી મળતી. તેના કારણે સુખ- સમૃદ્ધિમાં પણ ઘટાડો થાય છે. સાવરણીનું કામ થઈ ગયા પછી તેને એવી જગ્યાએ રાખો જ્યાં તેને અન્ય લોકો જોઈ ના શકે. વાસ્તુ અનુસાર સામે સાવરણી જોવાનું સારું નથી માનવામાં આવતું કારણ કે તે ઓફિસ કે ઘરની સકારાત્મક ઉર્જા દૂર કરે છે. તેથી જ સાવરણી ખુલ્લામાં ના રાખો.
જો સાવરણી તૂટી ગઈ હોય તો તેને તરત જ કાઢી નાખવી જોઈએ નહીં તો ઘરમાં વાસ્તુદોષ લાગે છે. તૂટેલી સાવરણી વાપરવાથી ઘરમાં અનેક પ્રકારની આફતો આવે છે અને વ્યક્તિ હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. સાવરણી લગાયા પછી તેને ક્યારેય ઉભી ના રાખો વાસ્તુમાં તેને અશુભ માનવામાં આવે છે. સાવરણી ઉભી રાખવાથી ઘરમાં ધનની અછત રહે છે. તેથી તેને હંમેશા જમીન પર જ રાખો. ઘરની પશ્ચિમ દિશામાં સાવરણી રાખવી શુભ માનવામાં આવે છે.
સાંજે ઘર અથવા ઓફિસ સાફ કરવાનું ટાળો. કહેવાય છે કે તેના કારણે સકારાત્મક ઉર્જા નીકળી જાય છે અને સુખ- સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. એટલા માટે સાંજે કે રાત્રે સાવરણી ના લગાવો. સાવરણી લગાવ્યા પછી તેને એવી રીતે નીચે રાખો કે તેના પર કોઈનો પગ ના પડે. સાવરણી પર પગ મૂકવો એ લક્ષ્મીજીનું અપમાન માનવામાં આવે છે અને તેમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે. સાવરણીને ક્યારેય પણ ગંદા પાણીથી ના ધોવી જોઈએ અન્યથા આપત્તિનો સામનો કરવો પડી શકે છે.
જૂની સાવરણી બદલવી હોય તો તે દિવસ ખાસ ધ્યાન રાખો. ઘરમાં નવી સાવરણી લાવવા માટે હંમેશા શનિવાર પસંદ કરો. શનિવારના દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)