Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે તાંબાના વાસણમાં રાખેલું પાણી.. અહી સમજો કેમ.. - Gujarat Beat

ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે તાંબાના વાસણમાં રાખેલું પાણી.. અહી સમજો કેમ..

આજકાલ સામાન્ય લોકો કાંચ અથવા સ્ટીલના વાસણનો વધારે ઉપયોગ કરે છે. પહેલાના સમયમાં મોટાભાગે લોખંડ, તાંબુ, માટી, પિત્તળના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ વાસણોનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ આધુનિક સમય સાથે તેમાં પરિવર્તન આવ્યું છે. આપણા દાદા- દાદી આજે પણ કહે છે કે માટી અને તાંબામાં રાખેલ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તાંબાના વાસણમાં તમે પાણી પીવો કે ભોજન લો, તેનાથી શરીરને પોષક તત્વો મળે છે. સાથે જ ચામડી અને પેટ સંબંધિત સમસ્યાઓ માટે પણ તમે તાંબાના વાસણનો ઉપયોગ કરી શકો છો. તનાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે.

જો કે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાના ફાયદાઓ હોવા છતાં શું તમે વિચાર્યું છે કે તે નુકસાન પણ કરી શકે છે. હા, જ્યાં એક તરફ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાના ફાયદા છે તો બીજી તરફ તેનો વધુ પડતો ઉપયોગ તમને નુકસાન પણ કરી શકે છે. તે થોડા લોકો માટે જ ફાયદાકારક હોઈ શકે છે. ચાલો જાણીએ ક્યા લોકોએ તાંબાના વાસણમાં રાખેલ પાણી ના પીવું જોઈએ.

કયા લોકોએ ના પીવું જોઈએ તાંબાનું પાણી: આયુર્વેદ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ઝાડા, ઉલટી, ઉબકા, ગેસ, માથાનો દુખાવો, બળતરા અથવા રક્તસ્રાવ જેવી કોઈ ગંભીર સમસ્યાથી પીડિત હોય તો તેણે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાનું ટાળવું જોઈએ અન્યથા તેનાથી તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

વિદેશોમાં કેટલાક ડોકટરોનું માનવું છે કે સામાન્ય રીતે એક વ્યક્તિને આખા દિવસમાં તાંબાના વાસણનું બે થી ત્રણ ગ્લાસ પાણીની પીવું જોઈએ. જો તમે તેનાથી વધુ પાણી પીશો તો સમસ્યા થઈ શકે છે. ખરેખર શરીરમાં કોપરનું પ્રમાણ વધવાથી ઉબકા, ઉલ્ટી, ઝાડા, ગેસ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. બીજી તરફ જો લોકો મહિનાઓ અને વર્ષો સુધી તેનું વધુ સેવન કરે છે તો લીવરને પણ નુકસાન થઈ શકે છે જેના કારણે વ્યક્તિના મૃત્યુનું જોખમ રહે છે.

કેવી રીતે પીવું તાંબાનું પાણી: તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવાની સાચી રીત જાણવી ખુબ જ જરૂરી છે. તેના માટે તમારે તાંબાની બોટલ, જગ અથવા ગ્લાસ લો. તેમાં પાણી ભરીને પૂરી રાત રાખો પછી સવારે ઉઠીને ખાલી પેટે તે પાણી પીવો. એ ધ્યાન રાખો કે તે બોટલ પર સૂર્યની કિરણો ના પડે અને ઠંડી જગ્યાએ રાખો. જો તમે પૂરી રાત માટે નથી રાખી શકતા તો દિવસે તાંબાના વાસણમાં પાણી ભરીને આઠથી નવ કલાક માટે રાખો.

તમે તે પાણીને દિવસના ભોજન પેલા લઇ શકો છો. આવી રીતે તે પાણી તમને નુકસાન પહોંચાડી શકશે નહી. તાંબાનું પાણી વધારે પીવાથી તમને પરેશાની થઇ શકે છે. તેથી એ વાતનું ધ્યાન રાખવું.  (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)