વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ- છોડને વિશે વિશેષ રૂપથી જણાવ્યું છે. કહેવાય છે કે ઘરમાં લાગેલ વૃક્ષ- છોડ સુખ- સમૃદ્ધિ અને પ્રગતી લાવે છે. ઘરમાં હાજર નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે સાચી દિશા અને સાચી જગ્યા પર છોડ લગાવવા ખુબ જ જરુરી છે. વાસ્તુ જાણકારો અનુસાર કેટલાક છોડ ઘરની અંદર લગાવવામાં આવે છે અને કેટલાક છોડની જગ્યા ઘરની બહાર હોય છે. એવી જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડનું પણ વિશેષ મહત્વ જણાવેલ છે.
તુલસીના છોડ સિવાય એક છોડ એવો પણ છે જેને ઘરમાં લગાવવાથી ઘરનું વાસ્તુ ઠીક થાય છે અને માં લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે. આ છોડ છે વાંસનો છોડ, જેને વાંસના છોડ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તુ જાણકારોનું કહેવું છે કે તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ચાલો જાણીએ ઘરમાં વાંસનો છોડ લગાવવાના ફાયદા વિશે.
ઘરની આ દિશામાં લગાવો વાંસનો છોડ: ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ વસ્તુ ત્યારે જ તેની અસર દર્શાવે છે જ્યારે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે. વાંસનો છોડ ઘરમાં એવી જગ્યાએ લગાવવો જોઈએ જ્યાં પરિવારના સભ્યો એક સાથે બેસે છે. ઘરનો ડ્રોઈંગ રૂમ, હોલ વગેરેમાં વાંસનો છોડ રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેને રાખવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર જણાવવામાં આવી છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સુખ- સમૃદ્ધિનો વાસ થાય છે અને ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણો આવી રહી હોય તો વાંસની ડાળીને લાલ રંગના કપડામાં બાંધીને કાચના વાસણમાં રાખવાથી લાભ થાય છે પરંતુ ધ્યાન રાખો કે આ વાંસની દાંડી સૂકી ના હોય.
જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો નથી આવી રહ્યો તો તેને ઘરમાં વાંસનો છોડ જરૂર લગાવવો જોઈએ. વાંસનો છોડ ઘરમાં લગાવવાથી ધન લાભના યોગ બને છે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિદ્યાર્થીઓને ઘરે વાંસનો છોડ લગાવવાની પણ સલાહ આપવામાં આવે છે.
અભ્યાસ કરતા બાળકના રૂમમાં ચાર નાના છોડ લગાવવામાં આવે તો બાળકોનું મન અભ્યાસમાંથી વિચલિત નથી થતું. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)