જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ધનતેરસનો તહેવાર ખૂબ જ શુભ રહેવાનો છે. તમને જણાવી દઈએ કે ૨૯ ઓક્ટોબર એટલે કે ધનતેરસના રોજ ગ્રહોના રાજકુમાર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. બુધનો આ રાશિમાં પ્રવેશ અને શુક્ર સાથે યુતિ થવાથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. બુધનું ગોચર તમામ ૧૨ રાશિના લોકો પર અસર કરશે પરંતુ ચાર રાશિ માટે તે શુભ માનવામાં આવે છે. આવો જાણીએ આ ચાર રાશિ વિશે.
મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે બુધનું ગોચર પરિવર્તન લાભદાયક રહેશે. વેપાર કરતા લોકો માટે સમય સાનુકૂળ રહેશે. નવા કામો મળી શકે છે જેનાથી નફો પણ વધશે. માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોશો. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે.
સિંહ: બુધનું ગોચર સિંહ રાશિના જાતકો માટે સારા સમાચાર લાવશે. જે લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેઓ તેમ કરી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. આ સમયે તમને વાહનનો આનંદ પણ મળી શકે છે. નોકરીયાત લોકો માટે સમય સારો રહેશે. તમારા બોસ તમારા કામથી ખુશ થશે અને તમારા કામના વખાણ પણ કરશે.
તુલાઃ- તુલા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિની તક મળશે. નોકરી કરતા લોકોના પગારમાં વધારો થઈ શકે છે અને તેમને પ્રમોશન પણ મળી શકે છે. લવ લાઈફમાં સુધારો થશે. જેઓ અપરિણીત છે તેમના માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓનો વેપાર વધી શકે છે.
કુંભ: કુંભ રાશિના લોકોનો આ સમયે આત્મવિશ્વાસ વધી શકે છે. જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હશે તો તેમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. નોકરીની સમસ્યાઓ પણ દૂર થશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને તેમની ઈચ્છિત નોકરીની ઓફર મળી શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે, ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)