ધનતેરસની રાત્રે આ જગ્યાઓ પર પ્રગટાવો દીવો, ધનની કમી થશે દુર.. આવક વધશે જોરદાર

દર વર્ષે આસો મહિનામાં કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. તે દિવસથી જ દિવાળીની શરૂવાત થાય છે. આ વખતે ધનતેરસનો તહેવાર ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ રવિવારના રોજ ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે કેટલીક જગ્યાએ દીવા પ્રગટાવવાથી ગરીબી દૂર થાય છે. ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે.

ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. ધનતેરસની રાત્રે પૂજા ઘરમાં અખંડ દીવો પ્રગટાવવો જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે.

ધનતેરસના દિવસે ઘરની ઈશાન દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તે દીવામાં રૂના બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. દીવો કરતી વખતે તેમાં કેસર પણ નાખો. દીવો સીધો ધરતી પર રાખવાને બદલે તેને થોડા ચોખા ઉપર રાખો.

ધનતેરસના દિવસે સાંજે પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. જો ધનતેરસ પર પીપળના ઝાડ પર દીવો પ્રગટાવવામાં આવે તો જીવનમાં પૈસાની અછત નથી રહેતી.

જો તમે કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ધનતેરસની રાત્રે વડના ઝાડ નીચે ચોક્કસ દીવો કરવો. ધ્યાન રાખો કે તે દીવામાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ થવો જોઈએ. માનવામાં આવે છે કે તેમ કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે.

ધનતેરસની રાત્રે સ્મશાનમાં દીવો પ્રગટાવો જોઈએ. માનવામાં આવે છે કે તેમ કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી જીવનમાં ક્યારેય પૈસાની અછત નથી આવતી. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)