મૃત્યુ પહેલા મળે છે આ સંકેત, આવા લક્ષણ દેખાય તો સમજો કાળ છે નજીક

જીવનનું સૌથી મોટું સત્ય છે મૃત્યુ જેને કોઈ ટાળી નથી શકતું. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક વ્યક્તિના મૃત્યુનો સમય નિશ્ચિત છે પરંતુ અકાળ મૃત્યુને ભગવાનની શિક્ષા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી તેના વાસ્તવિક મૃત્યુનો સમય ના આવે ત્યાં સુધી તે શરીર વિના ભટકતો રહે છે. મૃત્યુ ક્યારે આવશે અને કોણ તેને પોતાની સાથે લઈ જશે તેની કોઈને ખબર નથી હોતી પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના મૃત્યુ પહેલા અનેક પ્રકારના સંકેતો સામે આવવા લાગે છે. આ સંકેતોનો ઉલ્લેખ શિવ પુરાણમાં ભગવાન શિવે માં પાર્વતીને કહેવા દરમિયાન પણ કરેલો છે.

મૃત્યુ પહેલાના સંકેત: શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના થોડા મહિના પહેલા વ્યક્તિની જીભ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, તેને ભોજનનો યોગ્ય સ્વાદ નથી મળતો. બોલવામાં પણ તકલીફ પડે છે.

જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર, સૂર્ય અને અગ્નિનો પ્રકાશ જોવામાં અસમર્થતા અનુભવવા લાગે છે, ત્યારે તે સંકેત છે કે જીવનની માત્ર થોડી જ ક્ષણો બાકી છે. એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુની નજીક આવે છે ત્યારે તે ચંદ્ર અને સૂર્ય સામાન્ય રીતે નજર નથી આવતા.

શિવપુરાણમાં ભગવાન શિવના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિના શરીરનો રંગ આછો પીળો અથવા સફેદ થવા લાગે છે, તો તે સૂચવે છે કે વ્યક્તિનું મૃત્યુ નજીક છે.

જો તમારો પડછાયો તમને નથી દેખાતો, તો તે નજીકના મૃત્યુનું સૂચક માનવામાં આવે છે. બીજી તરફ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ મોટી ઉંમરના વ્યક્તિને ધડ વગર પોતાનો પડછાયો દેખાવા લાગે છે, તો તે વ્યક્તિનું બહુ જલ્દી મૃત્યુ થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિને મોં, જીભ, આંખ, કાન અને નાક પથ્થરની જેમ અનુભવા લાગે છે તો તે વ્યક્તિનું નજીકના સમયમાં મૃત્યુ થવાનો સંકેત માનવામાં આવે છે.