ઘરમાં આ જગ્યાએ રાખી લો કપૂરનો ટુકડો, ક્યારેય નહીં થાય પૈસાની કમી, સામે ચાલીને આવશે સફળતા

કપૂર બાળવાથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે. તેથી જ પૂજામાં કપૂરનો ઉપયોગ મુખ્ય રીતે કરવામાં આવે છે. ખાસ કરીને કપૂર સળગાવીને આરતી કરવી સનાતન ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં રોજ કપૂર સળગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે. તેના કારણે ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે.

તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. અનેક ગ્રહ દોષો અને વાસ્તુ દોષોને દૂર કરવા માટે કપૂરના ઉપાય કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. આ સિવાય ઘરની કેટલીક ખાસ જગ્યાઓ પર માત્ર કપૂર રાખવાથી ઘણા ફાયદા થાય છે. કપૂરનો સંપૂર્ણ ઉપાય

સકારાત્મકતા માટે કપૂર ઉપાયઃ ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવા અને સકારાત્મકતા અને ધન પ્રાપ્તિ માટે પૂજા ઘરમાં કપૂર રાખો. જ્યારે કપૂર ઓગળવાનું સમાપ્ત થાય, ત્યારે ફરીથી નવો કપૂરનો ટુકડો મૂકી દો. તેમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેમજ પરિવારના સભ્યો માનસિક શાંતિ અનુભવે છે.

આર્થિક સંકટ દૂર કરવા માટે કપૂરનો ઉપાયઃ જો તમે આર્થિક સંકટથી પરેશાન છો તો શુક્રવારે એક ઉપાય કરો. તેના માટે સવારે સ્નાન કરીને ગુલાબના ફૂલની અંદર કપૂરનો ટુકડો રાખો. ત્યારબાદ સાંજે આ કપૂર સળગાવી દો અને માતાજીને ફૂલ ચડાવી દો. તેનાથી લાભ થશે.

ધન માટે કપૂરનો ઉપાયઃ ઘરમાં બરકત ટકી રહે અને પૈસા આવતા રહે તેના માટે રાત્રે સૂતા પહેલા ચાંદીના પાત્રમાં ચાર- પાંચ લવિંગ અને એક- બે કપૂર રાખો. તેના કારણે ઘરમાં સુખ- શાંતિ તો રહેશે જ સાથે જ ધન- ધાન્યની કમી ક્યારેય નહીં આવે. આ ઉપાય રોજ થોડા દિવસો સુધી કરો.

સારી ઊંઘ માટેના ઉપાયઃ જો ઊંઘમાં સમસ્યા થતી હોય અને ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખો. તેના કારણે રાત્રે કોઈપણ અવરોધ વિના સારી ઊંઘ આવશે અને જીવનમાં ખુશીઓ આવશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)