લવિંગના આ ઉપાય હંમેશા માટે ખત્મ કરી શકે છે બુરો સમય, કરવું પડશે બસ આ કામ!

લવિંગનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ભારતમાં લવિંગનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા અને દવા તરીકે પણ થાય છે. આ સિવાય લવિંગનો ઉપયોગ પૂજા અને તંત્ર- મંત્રમાં પણ કરવામાં આવે છે. જ્યોતિષ અને લાલ કિતાબમાં લવિંગના ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ખૂબ જ અસરકારક અને કાર્યક્ષમ ઉપાયો છે.

આ ઉપાયો આર્થિક નુકસાન, દુર્ભાગ્ય અને અવરોધોને દૂર કરવાની શક્તિ ધરાવે છે. લવિંગના ઉપાયોથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. ચાલો આજે જાણીએ લવિંગના કેટલાક ચમત્કારી નુસખા, જે બુરા સમયનો અંત લાવી શકે છે અને તમારા જીવનમાં સારા દિવસો લાવી શકે છે.

લવિંગના ચમત્કારિક ઉપાયો: જો તમે આર્થિક તંગી, પરેશાનીઓ અને દુ:ખોથી છુટકારો મેળવવા ઈચ્છો છો અને દરેક કામમાં ભાગ્ય પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો લવિંગના આ ઉપાયો ઘણો ફાયદો આપી શકે છે.

જો કુંડળીમાં રાહુ- કેતુ દોષના કારણે કામમાં અવરોધો આવી રહી છે, જો તમને કોઈ બીમારી પીછો નથી છોડતી તો દર શનિવારે લવિંગનું દાન કરો. તેમ કરવાથી રાહુ દોષ દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે.

જો તમારા જીવનમાં એક પછી એક મુસીબતો આવી રહી છે. ધન હાનિ થઈ રહી છે. જો તમને વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો હોય તો શિવલિંગ પર લવિંગ ચઢાવો. જો તમે ૪૦ દિવસ સુધી સતત શિવલિંગ પર દરરોજ બે લવિંગ ચઢાવો તો આવી બધી બુરી અસર દૂર થઈ જશે.

જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જાવ તો બે લવિંગ તમારા મોંમાં રાખો. તમારા મનપસંદ ભગવાનને પણ યાદ કરો. તેમ કરવાથી કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે.

જો તમને કોઈ કાર્યમાં સફળતા ના મળી રહી હોય તો મંગળવારે હનુમાનજીની મૂર્તિની સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. દીવાના તેલમાં બે લવિંગ પણ નાખો. ત્યારબાદ પૂર્ણ ભક્તિ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને અંતે આરતી કરો.

તેવું ૨૧ મંગળવાર સુધી સતત કરો, તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)