ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવીએ છીએ તો તરત જ જૂની વસ્તુ કાઢી નાખીએ છીએ. એ જ રીતે ઘરમાં નવી સાવરણી આવવા પર મહિલાઓ અજાણતામાં જૂની સાવરણીને કોઈ અયોગ્ય જગ્યાએ ફેંકી દે છે અથવા તે કોઈ ખોટા દિવસે સાવરણી ઘરની બહાર નિકાળે છે. જૂની સાવરણી જોડે એવું કરવાથી વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે.
આટલું જ નહીં, જો જૂની સાવરણી ઘરમાં યોગ્ય રીતે ન રાખવામાં આવે અથવા તેને કોઈપણ દિવસે ફેંકી દેવામાં આવે તો તેની અસર ઘરની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળે છે. તેવી જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં પણ ઝાડુને લઈને ઘણા નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. જાણો એ નિયમો વિશે.
વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં ક્યારેય જૂની સાવરણી ના રાખવી જોઈએ. તેને ચોક્કસ તારીખ કે દિવસે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. કૌટુંબિક વિવાદ વધે છે. એટલું જ નહીં, કોઈપણ સામાન્ય દિવસે જૂની સાવરણી ઘરની બહાર ના નિકાળો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી સાવરણી જૂની થઈ ગઈ હોય તો તેને ઘરમાં કોઈ યોગ્ય જગ્યાએ છુપાવીને રાખવું વધુ સારી રહે છે. તે પછી યોગ્ય દિવસે જ સાવરણી બહાર કાઢો. સાવરણીને ઘરની બહાર કાઢતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે કોઈને સાવરણી ના દેખાય. જો તમે નિયમિત રીતે ઘરની જૂની સાવરણી બહાર કાઢો છો, તો દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. તેમજ ઘરમાં સુખ- સમૃદ્ધિ રહેશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરની કોઈ વ્યક્તિ કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જઈ રહી હોય તો તે સમયે ભૂલથી પણ સાવરણીથી કચરો ના વાળવો જોઈએ. જેના કારણે વ્યક્તિને તે કાર્યમાં સફળતા મળતી નથી.
ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ ના કરવો જોઈએ. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. તેની સાથે તૂટેલી સાવરણીને ઘરમાં છુપાવીને રાખો અને તેને યોગ્ય દિવસે જ ઘરમાંથી બહાર કાઢો.
એવું માનવામાં આવે છે કે સાવરણીને સ્પર્શ કરવાથી વાસ્તુ દોષ થાય છે. તે વ્યક્તિના જીવન પર પ્રતિકૂળ અસર કરે છે. જો સાવરણી આકસ્મિક રીતે તમારા પગ પર પડી જાય તો પણ તમારે ઝડપથી નમીને માફી માંગી લેવી જોઈએ. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)