ઘરના મુખ્ય દરવાજા પર છે આ વસ્તુઓ તો હટાવી લો તરત, નહીંતર વધતું જશે દેવું

સારું જીવન કોને નથી પસંદ. તે માટે માણસ મહેનત પણ કરે છે. તેનું ફળ ઘણા લોકોને મળે છે પરંતુ ઘણા લોકોનું જીવન સંઘર્ષમાં પસાર થાય છે. તેની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. જો ઘરનું વાસ્તુ બરાબર ના હોય તો મહેનત કર્યા પછી પણ શુભ ફળ નથી મળતું.

આવક હોવા છતાં પૈસા નથી બચતા. તેવી સ્થિતિમાં ઘરને વાસ્તુ અનુસાર તૈયાર કરવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો ત્યાં કોઈ વસ્તુ ઠીક રીતે ના હોય તો તેનું નુકસાન અલગ- અલગ સમસ્યાઓના રૂપમાં ચૂકવવુ પડે છે.

કીચડ: ઘરના મુખ્ય દરવાજાની સામે પાણીનો ભરાવો કે માટી ના હોવી જોઈએ. જ્યારે એવું થાય છે ત્યારે વાસ્તુ દોષ થાય છે અને ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો ઘરની સામે પાણી ભરાઈ ગયું હોય અથવા કીચડ હોય તો તેને તરત જ સાફ કરો નહીં તો ધનહાનિ થઈ શકે છે.

કચરો: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા એટલે કે મુખ્ય દ્વારની બહાર કચરો ના હોવો જોઈએ. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધનની હાનિ થાય છે. તેવી સ્થિતિમાં ઘરના મુખ્ય દરવાજાની બહાર ગંદકી દેખાય કે તરત જ તેને સાફ કરવી જોઈએ.

ઝાડ- છોડ: ઘરના મુખ્ય દરવાજાની બહાર કોઈ ઝાડ- છોડ ના હોવા જોઈએ. તેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો. તે પ્રગતિને પણ અવરોધે છે. વાસ્તુ અનુસાર ઘરની સામે ઝાડ રાખવાથી વાસ્તુ દોષ  થાય છે. તેવી સ્થિતિમાં ઘર બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે મુખ્ય દ્વારની સામે કોઈ વૃક્ષ ના હોવું જોઈએ.

વીજળીનો થાંભલો: ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ વીજળીનો થાંભલો કે કોઈ પોલ ના હોવો જોઈએ. તેના કારણે મહિલાઓના સ્વાસ્થ્ય અને કરિયર પર ખરાબ અસર પડે છે. તેવી સ્થિતિમાં ધ્યાનમાં રાખો કે ઘર બનાવતી વખતે અથવા ખરીદતી વખતે કોઈ થાંભલો ના હોવો જોઈએ.

સીધો માર્ગ: ઘણા લોકો સગવડતા અનુસાર રસ્તાની સામે ઘર બનાવે છે પરંતુ વાસ્તુ અનુસાર તે વાત સારી નથી માનવામાં આવતી. ઘરની સામે સીધો રસ્તો ના હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી પરિવારમાં મતભેદ થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)