ઘણા લોકોને પોતાની મહેનત અનુસાર ફળ નથી મળતું અથવા તે લાયક પ્રશંસા મેળવી નથી શકતો. તેવી સ્થિતિમાં તે સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષમાં અનેક પ્રકારના ઉપાય જણાવવામાં આવેલા હોય છે. તેવી ઘણી માન્યતાઓ પ્રાચીન સમયથી ચાલી આવે છે, જે આજે પણ પ્રસિદ્ધ હોય છે. તો ચાલો જાણીએ તેવામાં જો તમે પણ કારકિર્દી અથવા જીવનમાં સફળતા મેળવવા માંગતા હો, તો મંદિરમાં કઈ વસ્તુઓને મુકવી શ્રેષ્ઠ હોય છે.
કપાસઃ જો તમે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છતા હોવ તો મંદિરમાં ચોખાની સાથે કપાસ રાખો. આ સાથે તમારા હાથમાં ખાંડના થોડા દાણા લો. કોઈપણ મંદિરમાં શાંતિથી લઈ જાઓ અને મૂકી દો. તેમ કરવાથી વ્યક્તિને તેની મહેનતનું ફળ મળવા લાગે છે.
ચોખાથી ભરેલો કળશ: તાંબાના કળશનો આ નાનકડો ઉપાય ખૂબ જ ચમત્કારી હોય છે. તાંબાનું નાનામાં નાનું કળશ લો અને તેમાં ચોખા ભરી લો અને કોઈ મંદિરમાં ચુપચાપ મૂકી આવો. આ ઉપાય દરમિયાન ધ્યાન રાખો કે નવા કળશનો જ ઉપયોગ કરવો. આ ઉપાય કરવાથી વ્યક્તિના જિન બદલાઈ જાય છે અને તેને દરેક કાર્યમાં સફળતા મળે છે.
ચાંદીનો ટુકડોઃ કરિયરમાં સફળતા મેળવવા માટે હાથમાં ચાંદીનો ટુકડો લઈને તેને ફૂલ અને ચોખાની વચ્ચે છુપાવીને ઘરની નજીકના કોઈ મંદિરમાં મૂકી આવો. જો તેને મંદિરમાં મુકવા જવું શક્ય ના હોય તો તેને ઘરના મંદિરમાં પણ રાખી શકાય છે.
સોપારીઃ સોપારીનો ઉપયોગ તમારા સુતા નસીબને જગાવવા માટે પણ કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે સોપારીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સોપારીનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યો માટે થાય છે. સોપારી સફળતા માટે ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ માટે ચોખાને રૂમાલમાં લપેટીને એક સોપારી રાખો અને કોઈને જાણ કર્યા વિના મંદિરમાં રાખો.
એક રૂપિયાનો સિક્કોઃ કોઈપણ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે એક રૂપિયાનો સિક્કો મંદિરમાં ચઢાવી શકાય છે. આ માટે એક મુઠ્ઠી ચોખા સાથે એક રૂપિયાનો સિક્કો લો. હવે તમારી સમસ્યાઓને દેવતાની સામે રાખો અને એક રૂપિયાના સિક્કાને કોઈ ખૂણામાં સુરક્ષિત રાખો. તેવું ઘરના મંદિરમાં પણ કરી શકાય છે.