વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે દરેક મનુષ્યના જીવનમાં શનિદેવની સાડાસાતી જરૂર આવે છે. તે પણ ત્રણ વાર આવે છે. શનિદેવ કર્મ પ્રધાન અને ન્યાયના દેવતા છે જે જાતકને કર્મ અનુસાર ફળ આપે છે તેથી તેમને બધા ગ્રહોના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે.
જો તમારી કુંડળીમાં શનિ શુભ છે તો તમને શુભફળ આપી શકે છે પરંતુ જો શનિદેવની સ્થિતિ અશુભ હોય તો તમારે જીવનભર કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવા તથા તેમની અશુભ અસર ઓછી કરવા માટે કયા ધાર્મિક ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે છે.
શનિવારના દિવસે કરો આ ઉપાય: જીવનમાં પ્રગતી મેળવવા માટે શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ છે. તમને બધા જ કષ્ટોથી મુક્તિ મળશે તેની સાથે ભગવાન શનિદેવ પ્રસન્ન થશે. શૈવારના દિવસે ભાગવાન શિવજીની પૂજા કરવાથી પણ શનિદેવના આશીર્વાદ મળે છે કારણ કે ભગવાન શિવ શનિદેવના ગુરુ છે.
તેથી આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવાની સાથે શિવ ચાલીસાનો પણ પાઠ કરવો. શનિવારના દિવસે કળા રંગના વસ્ત્રો પહેરીને શનિ યંત્રની વિધિ વિધાન પૂર્વક પૂજા કરો. તેનાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે અને ધન લાભ પણ થઈ શકે છે.
રાખો શનિવારે વ્રત: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે જાતકો પોતાની પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે શનિદેવનું વ્રત પણ રાખી શકે છે. આ દિવસે વ્રત રાખવાથી જીવનના બધા જ કષ્ટો દૂર થાય છે અને આ ઉપાય ખુબ શુભ અને અસરકારક માનવામાં આવે છે.
આ છે શનિદેવની માન્યતાઓ: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેઓ જાતકને સારા અને ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે. કહેવાય છે કે જો કુંડળીમાં શનિની સ્થિતિ શુભ છે તો જાતક રાજસુખ અવશ્ય મળશે. જયારે શનિ અશુભ છે તો કુંડળીમાં શનિદેવની સાડાસાતી, નાની પનોતી, શનિદોષ, મહાદશા જેવી સમસ્યાઓ આવે છે.
તે અવસ્થામાં વ્યક્તિને દરેક રીતે કષ્ટોનો સામનો કરવો પડે છે. બનતા- બનતા કામ બગડી જાય છે. એક પરેશાની જાય છે તો બીજી આવી જાય છે.(ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)