વાસ્તુ શાસ્ત્રમાં જીવન જીવવાના ઘણા નિયમો જણાવ્યા છે. માન્યતા છે કે તેને અપનાવાથી ઘરમાં સુખ- શાંતિ સાથે પ્રગતી પણ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ક્રેસુલા, વાંસ અને તુલસીના છોડને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ છોડ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
ક્રેસુલા છોડનું મતવ: ક્રેસુલા છોડને ભાગ્યશાળી છોડ પણ કહેવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેને ઘરમાં લગાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થવાની માન્યતા છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. સાથે જ માનવામાં આવે છે કે નોકરી કરતા જાતકો માટે આ છોડ લગાવવાથી પ્રમોશન અને પગારમાં વધારો થાય છે.
આ દિશામાં લગાવો ક્રેસુલાનો છોડ: ક્રેસુલાનો છોડ ઘરના પ્રવેશ દ્વારની જમણી બાજુએ લગાવવો જોઈએ. તમે તેને તમારા કાર્યસ્થળ પર પણ લગાવી શકો છો. માનવામાં આવે છે કે તેનાથી કામમાં આવતી સમસ્યાઓનો અંત આવે છે. કહેવાય છે કે આ છોડ લગાવવાથી ધંધામાં નફો અને વૃદ્ધિ પણ થાય છે.
વાંસના છોડનું મહત્વ: વાંસનો છોડ લગાવવાથી વાસ્તુ દોષ ઓછો થાય છે. તેને ઘર અથવા તમારી ઓફિસમાં લગાવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘર અથવા ઓફિસની દક્ષિણ- પૂર્વ દિશામાં લગાવી શકાય છે. સકારાત્મક ઉર્જા લાવવાની સાથે તે શાંતિ પણ આપે છે. માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
તુલસીના છોડનું મહત્વ: આ છોડને જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિયમિત રૂપથી તુલસીના છોડની પૂજા કરવાથી ધનના દેવી માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુજીને તુલસી ખુબ જ પ્રિય છે.
માન્યતા છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. આ છોડ ધન આકર્ષિત કરે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)