Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
જીવવા માંગો છો લાંબુ જીવન તો ના કરો આ ભૂલ, નહીંતર ઓછી થઇ જશે ઉંમર - Gujarat Beat

જીવવા માંગો છો લાંબુ જીવન તો ના કરો આ ભૂલ, નહીંતર ઓછી થઇ જશે ઉંમર

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમનું વાહન ગરુડની વાતચીતનું વર્ણન છે.  તેમાં જીવન અને મૃત્યુ વિશે વિસ્તારમાં જણાવ્યું છે. આજના લેખમાં માનવ જીવનથી જોડાયેલ ભૂલો વિશે જણાવશું. જેને કરવાથી વ્યક્તિની ઉંમર ઘટી જાય છે. સનાતન ધર્મના ૧૮ પુરાણોમાં ગરુડ પુરાણનું અલગ મહત્વ છે. ગરુડ પુરાણમાં મૃત્યુ અને તેના પછી શું થાય છે. તેના વિશે વિસ્તારમાં સમજાવ્યું છે.

જો કે ગરુડ પુરણને કોઈની મૃત્યુ થયા પછી વાંચવામાં આવે છે પરંતુ તેમાં માનવ જીવનના ઘણા પાસાઓ વિશે પણ વિસ્તારથી જણાવ્યું છે. ગરુડ પુરાણમાં વ્યક્તિ દ્વારા કરેલી એ ભૂલો વિશે જણાવ્યું જેને કરવાથી વ્યક્તિની ઉંમર ઓછી થઇ જાય છે.

શાસ્ત્રોથી લઈને ચિકિત્સકો હંમેશા એ વાત પર ભાર મૂકે છે કે રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠો. તેનાથી તમે દિવસભર તાજગી અનુભવો છો. જો કે બદલાતી જીવનશૈલીને કારણે ઘણી વખત લોકો રાત્રે મોડા ઊંઘે છે અને સવારે મોડા જાગે છે. આ શૈલી ખોટી માનવામાં આવે છે. તેમ કરવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. ગરુડ પુરાણમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું કહેવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય માટે દહીંનું સેવન કરવું લાભદાયક માનવામાં આવે છે. ડોકટરો પણ ઘણીવાર ખોરાકમાં દહીંનો ઉપયોગ કરવાની વાત કરે છે. તેનાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે. જો કે દહીંનું સેવન રાત્રે ક્યારેય ના કરવું જોઈએ. તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ શરુ થવા લાગે છે.

પાડોશી, મિત્ર અથવા સંબંધીના ત્યાં મૃત્યુ થવા પર લોકો સ્મશાનમાં અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહે છે. જો કે મૃત શરીર બળવાથી ઘણા પ્રકારના ખતરનાક બેક્ટેરિયા નીકળે છે જે હવામાં જઈને શરીરમાં પ્રવેશી શકે છે. તેવી સ્થિતિમાં અંતિમ સંસ્કારમાં ભાગ લીધા પછી વ્યક્તિએ ઘરે આવીને તરત જ સ્નાન કરવું જોઈએ.

ઘણા લોકો ખોરાકનું સેવન ખૂબ જ ઉત્સાહથી કરે છે. ઘણી વખત જમ્યા પછી ખોરાક બચી જાય છે જે ફ્રીજમાં રાખીને બીજા દિવસે ખાઈ જાય છે. જો કે વાસી ખોરાક બિલકુલ પણ ઠીક નથી માનવામાં આવતો. તેમાં ખતરનાક બેક્ટેરિયા હોઈ શકે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)